• 9849-xxx-xxx
  • noreply@example.com
  • Tyagal, Patan, Lalitpur

મ્યુનિ.તંત્રમાં નાણાંભીડ વધી, અમદાવાદ મ્યુનિ.માં ૫૩૭ કરોડના બિલના પેમેન્ટ નાણાંના અભાવે અટવાયાં

અમદાવાદ,રવિવાર,13 માર્ચ,2022

માર્ચ એન્ડીંગ નજીકમાં છે એવા સમયે અમદાવાદ મ્યુનિ.તંત્રમાં નાણાં ભીડ વધી છે.રાજય સરકાર પાસેથી કોવિડ સારવાર અને ૭૦.૨૦.૧૦ યોજના હેઠળ મ્યુનિ.ને કુલ મળીને ૩૧૦ કરોડની રકમ લેવાની નીકળે છે.જે રકમ સામે કોન્ટ્રાકટરોને વિકાસકામ પેટે તથા અન્ય મળીને કુલ ૫૩૭ કરોડની રકમના બિલના પેમેન્ટ નાણાંના અભાવે અટવાઈ પડયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ પરિસ્થિતિમાં માન્ય કોન્ટ્રાકટરો નવા કામ હાથ ઉપર લેવા કે કેમ એ અંગે  દ્વીધામાં જોવા મળે છે.

અમદાવાદમાં માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમય બાદથી મ્યુનિ.ની આર્થિક સ્થિતિ ઉપર સતત ગંભીર અસર જોવા મળી રહી છે.કોરોના કાળમાં મ્યુનિ.એ દર્દીઓને સારવાર મળે એ માટે કરેલા ખર્ચ અને હોસ્પિટલોને ચૂકવવામાં આવેલી રકમ બાદ હાલમાં પણ રાજય સરકાર પાસેથી કોવિડ સારવાર પેટે મ્યુનિ.ને ૧૭૦ કરોડ જેટલી રકમ લેવાની બાકી નીકળે છે.ઉપરાંત ૭૦.૨૦.૧૦.યોજના હેઠળ જનભાગીદારીના વિવિધ વિસ્તારમાં કરવામાં આવતા વિકાસકામ પેટે ૧૪૦ કરોડ જેટલી રકમ સરકાર પાસેથી લેવાની બાકી નીકળે છે.આમ કુલ મળીને ૩૧૦ કરોડ રાજય સરકાર પાસેથી લેવાના નીકળે છે.

સાત ઝોનમાં માન્ય કોન્ટ્રાકટરો પાસેથી મ્યુનિ.નળ,ગટર અને પાણીને લગતા વિકાસકામો કરાવે છે.આ વિકાસકામ પેટે કોન્ટ્રાકટરોને ૧૯૨ કરોડ જેટલી રકમ બિલ પેમેન્ટ તરીકે ચૂકવવાની બાકી છે.અન્ય કામ પેટે ૩૪૫ કરોડના એમ કુલ મળીને ૫૩૭ કરોડની રકમના બિલના પેમેન્ટ નાણાંના અભાવે અટવાયા છે.વર્ષ-૨૦૧૭થી રાજય સરકાર તરફથી મ્યુનિ.ને ફાળવવામાં આવતી ઓકટ્રોયની ગ્રાન્ટ પેટેની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.આ સ્થિતિમાં અગાઉના કમિશનરની સહી સાથે સરકાર સમક્ષ ઓકટ્રોય ગ્રાન્ટ પેટે લહેણી નીકળતી ૬૩૯ કરોડની રકમ તાકીદે ચૂકવવા મ્યુનિ.તરફથી લેખિત રજૂઆત કરાઈ હતી જેનો કોઈ યોગ્ય પ્રતિયુત્તર તંત્રને આપવામાં આવ્યો નથી.નાણાંના અભાવે મ્યુ.કર્મચારીઓને આપવામાં આવતી વેલ્ફેર લોન પણ ૩૧ માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

  • https://josefinohrn.com/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/